- હાલમાં જ યુક્રેન પર રશિયા દ્વારા હુમલા બાદ વિવિધ દેશોના વડાઓ યુક્રેનની મુલાકાત લઇ રહ્યા છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ યુક્રેનની મુલાકાત લઇ રહ્યા હતા જે દરમિયાન રશિયા દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો છે.
- આ હુમલો યુએન મહાસચિવની પ્રેસ કોન્ફરન્સના એક કલાક બાદ જ કરાયો છે જેના કારણે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે.
- આ હુમલા બાદ યુએન મહાસચિવ ગુટેરસે યુક્રેન રશિયા યુદ્ધની આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલત (International Criminal Court - ICC) પાસે તપાસ કરાવવા અને જવાબદારી નક્કી કરવાની માંગને સમર્થન આપ્યું હતું.
- આ દરમિયાન રશિયા દ્વારા ફરીવાર પરમાણુ હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી, જો કે આ ધમકી બાદ પણ જર્મનીમાં અમેરિકા સહિત 40 દેશોના પ્રતિનિધિઓએ યુક્રેનને હથિયાર આપવાની જાહેરાત કરી હતી.