- આ કેસ ચીનના મધ્ય હેનના પ્રાંતમાં ચાર વર્ષના બાળકમાં નોંધાયો છે જે માણસમાં આ સંક્રમણ થવાનો પ્રથમ કેસ છે.
- આ બાળક પોતાના ઘરમાં ઉછેરવામાં આવતી મરઘીના સંપર્કમાં આવ્યા બાદ ચેપગ્રસ્ત થયો હોવાનું જણાવાયું છે.
- અગાઉ H3N8 વાયરસ વિશ્વમાં ઘોડા, કૂતરા, પક્ષીઓ અને સિલ્સમાં જોવા મળ્યો હતો પરંતુ મનુષ્યમાં દેખાયો ન હતો.
- વૈજ્ઞાનિકો દ્વારા જણાવાયું છે કે આ વાયરસના વેરિયન્ટમાં અસરકારક રીતે મનુષ્યોને ચેપગ્રસ્ત કરવાની ક્ષમતા ન હોવાથી તે મહામારીમાં પરિણમવાનું જોખમ ખૂબજ ઓછું છે.