આ રિપોર્ટ મુજબ:
- વિશ્વમાં કાર્બનડાયોક્સાઇડ (Co2) નું ઉત્સર્જન 7% વધ્યું હોવાનું જણાવાયું છે જે ભારતીય વસ્તીના ઉત્સર્જનથી પણ વધું છે!
- વિશ્વમાં ગત વર્ષે 2.53 લાખ ચો. કિ.મી. જંગલનો નાશ થયો છે જે વિસ્તારની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશના ક્ષેત્રફળથી પણ વધુ છે!
- યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ દ્વારા પ્રસિદ્ધ World Resources Institute Global Forest Watch મુજબ ગયા વર્ષે 38 લાખ હેક્ટર ઉષ્ણકટિબંધીય જંગલો નાશ પામ્યા છે જે વર્ષ 2020ની તુલનાએ 11% ઓછું છે.
- હાલ વિશ્વમાં સૌથી વધુ રેઇન ફોરેસ્ટ બ્રાઝિલમાં છે ત્યા પણ 15 લાખ હેક્ટર જંગલો નષ્ટ થયા છે.