- આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
- નવી નીતિ મુજબ વર્ષ 2023માં ધોરણ 1માં એડમિશન લેવા માટે બાળકની ઉંમર પાંચ વર્ષને બદલે 6 વર્ષ પુરી હોવી જરુરી છે.
- આ નિયમ બાદ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ 20 ને બદલે 21 વર્ષે ગ્રેજ્યુએટ થશે.
- વર્ષ 2023થી ધોરણ 1, 2, 3 અને 9નો કોર્ષ પણ બદલવામાં આવશે.
- હાલ ભારતનો GIR (Gross Enrolment Ratio) 27 છે જ્યારે ગુજરાતનો 21 છે.
- 18 થી 23 વર્ષની ઉંમર વચ્ચેના લોકો અભ્યાસ સાથે જોડાય છે તેની ગણતરીને ગ્રોથ એનરોલમેન્ટ રેશિયો કહે છે.
- ભારત દ્વારા આ રેશિયોને 50થી ઉપર લઇ જવાનો રખાયો છે.
- નવી શૈક્ષણિક નીતિ અમલ કરવાના ભાગ રુપે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1માં પ્રવેશ પહેલા સરકારી શાળાઓમાં બાલ વાટિકાઓ શરુ કરાશે તેમજ માતૃભાષા પર વધુ ભાર મુકવામાં આવશે.
- આ સિવાય ટ્રાન્સફરેબલ નોકરી કરતા લોકોને CBSE હેઠળ દરેક રાજ્યમાં એક સમાન અભ્યાસક્રમ મળે તેની જોગવાઇ પણ કરાશે.
- રાજ્યની શાળાઓમાં સ્કીલ આધારિત કોર્સ શરુ કરવામાં આવશે અને નેક એક્રેડિટેશનમાં બી-પ્લસ રેન્ક ધરાવતી કોલેજોને સ્વાયત્તતા અપાશે જેથી યુનિવર્સિટી રિસર્ચ પોલિસી મેકિંગમાં વધુ સમય આપી શકાય.
- નવી શિક્ષણ નીતિમાં વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી આર્ટ્સ તેમજ કોમર્સ પણ પસંદ કરી શકશે.