- ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ પ્રસિદ્ધ હેરિટેજ વૃક્ષોની ગણતરી દરમિયાન સામે આવ્યું છે કે રાજ્યમાં કુલ 39.75 કરોડ વૃક્ષો પૈકી ફક્ત 52 જ હેરિટેજ વૃક્ષ છે.
- હેરિટેજ વૃક્ષ નક્કી કરવામાં ચોક્કસ પધ્ધતિ છે જેના મુજબ 100 થી 500 વર્ષ વચ્ચેની વય હોય તેવા વૃક્ષોને જ હેરિટેજ વૃક્ષ ગણાય તે પ્રાથમિક લાયકાત છે.
- આ સિવાય વૃક્ષનું સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વની બાબતનોને ધ્યાને લેવાય છે.
- હેરિટ વૃક્ષની જાળવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ રકમ ફાળવવામાં આવે છે જે મુજબ ગયા વર્ષે ગુજરાત રાજ્ય સરકારે આ માટે 2.5 લાખ રુપિયા ફાળવ્યા હતા.
- હાલ ગુજરાતમાં ભરુચ, ગાંધીનગર, તાપી, સાબરકાંઠા, વડોદરા, નવસારી, સુરત, જૂનાગઢ, ભાવનગર, નર્મદા, વલસાડ, દાહોદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં કુલ 52 હેરિટેજ વૃક્ષો છે.
- ગુજરાતમાંં હેરિટેજ વૃક્ષોની ગણતરી દર પાંચ વર્ષે થાય છે.
- હાલ ગુજરાતમાં વડ, બહેડા (બઇડો), મહુડો, રુખડો, પીપડો, સાગ, રેઇન ટ્રી, કડાયા, બોરડી, આંબલી, મહોગની, બોરસલ્લી, સેમલ, લીમડો, રાયણ, યુનિક, સાદડ, કલામ, કિલાઇ, ઉંભ, સાદડ, હાળદું, રાયણ, પીલો, તુલસી જેવા હેરિટેજ વૃક્ષો છે.
