વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી.

  • જમ્મુ કશ્મીરમાં ઑક્ટોબર, 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઇ આ પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી છે.
  • આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે, કિશ્તાવાડમાં ચિનાબ નદી પર 850 મેગાવૉટની વિદ્યુત પરિયોજના, 540 મેગાવૉટની કવાર પરિયોજનાનો સમાવેશ થાય છે.
  • આ સિવાય 3,100 કરોડના ખર્ચે બનેલ બનિહાલ-કાજીગુંડ રોડ, સાંબામાં 108 જન ઔષધિ કેન્દ્ર, પલ્લીનો સૌર ઉર્જા પ્લાન્ટ, અમૃત સરોવર મિશન વગેરે યોજનાઓનો શુભારંભ કર્યો છે.
  • ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હતો જેના આધારે તેનું બંધારણ પણ ભારતના બંધારણથી અલગ હતું!
  • આ કલમ વર્ષ 1954થી લાગૂ હતી જેને 31 ઑક્ટોબર, 2019ના રોજ હટાવવામાં આવી છે.
PM Modi lays foundation of projects worth Rs 20k crore in Jammu & Kashmir

Post a Comment

Previous Post Next Post