24 April: પંચાયતી રાજ દિવસ

  • ભારતમાં વર્ષ 2010થી દર વર્ષે 24 એપ્રિલના રોજ National Panchayati Raj Day / પંચાયતી રાજ દિવસ મનાવાય છે.
  • 24 એપ્રિ, 1993ના રોજ ભારતના બંધારણમાં 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજની સ્થાપના કરી હોવાથી આ દિવસ મનાવાય છે.
  • ભારતમાં સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા 2 ઑક્ટોબર, 1959ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજનું ઉદ્‌ઘાટન કરાયું હતું.
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં પંચાયતી રાજની સ્થાપના માટે બળવંતરાય મહેતા સમિતિ (1957), અશોક મહેતા સમિતિ (1977), જીવીકે રાવ સમિતિ (1985), ડૉ. એલ એમ. સિંઘવી સમિત (1986) જેવી સમિતિઓની ભલામણ બાદ દેશમાં પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો.
National Panchayat Raj Day

Post a Comment

Previous Post Next Post