- ફાલ્ગુની શાહ (ફાલુ) ને આ પુરસ્કાર તેના આલ્બમ A colorful world માટે અપાયો છે.
- 64માં ગ્રેમી પુરસ્કાર વિતરણ સમારંભમાં તેણીને આ પુરસ્કાર અપાયો છે.
- તેણી સિવાય બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં આ પુરસ્કાર રિકી કેજને સ્ટીવૉર્ટ કોપલેન્ડ સાથે અપાયો છે, અગાઉ પણ વર્ષ 2015માં આ જ શ્રેણી માટે તેઓને આ પુરસ્કાર અપાયો હતો.
- સૌપ્રથમ વર્ષ 1968માં ગ્રેમી પુરસ્કાર સિતારવાદક પંડિત રવિશંકરને અપાયો હતો.
- અત્યાર સુધીમાં આ પુરસ્કાર પંડિત રવિશંકર, ઝુબિન મહેતા, ટી. એચ. વિનયક્રમ, ઝાકીર હુસૈન, વિશ્વમોહન ભટ્ટ, એ. આર. રહેમાન, એચ. શ્રીધર, પી. એ. દીપક, તન્વી શાહ, ગુલઝાર, રિકી કેજ નીલા વાસવાની અને ફાલ્ગુની શાહ જીતી ચુક્યા છે.