અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવ્યો.

  • અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન દ્વારા અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવાયો છે તેમજ આ પ્રકારની ખેતી કરનાર ખેડૂતોને જેલની સજા કરવાની જાહેરાત કરી છે.
  • અગાઉ 1990માં તાલિબાને બે વર્ષ માટે આ પ્રકારના પ્રતિબંધ લાગૂ કર્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે તાલિબાને અમેરિકાની સેના સામે યુદ્ધ કરવા માટે અફીણની ખેતી દ્વારા જ નાણા કમાઇને પોતાને ટકાવી રાખ્યું હતું.
  • માદક પદાર્થ અને અપરાધ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસિદ્ધ એક રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન અફીણ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે.
  • વર્ષ 2021માં તાલિબાન કબ્જા પહેલા અફઘાનિસ્તાનમાં અફીણ ઉત્પાદન 6,000 ટન હતું જેના દ્વારા લગભગ 320 ટન હેરોઇન તૈયાર થઇ શકે છે!
Drug Trade Prohibition

Post a Comment

Previous Post Next Post