- આ રિપોર્ટનાં પ્રથમ રાઉન્ડના મોટા રાજ્યોની કેટેગરીમાં પ્રથમ ક્રમ પર ગુજરાત, બીજા ક્રમ પર કેરળ અને ત્રીજા ક્રમ પર પંજાબ રહ્યું હતું.
- આ ઇન્ડેક્સમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ છ માપદંડોને આધારે રેન્કિંગ અપાયું છે.
- આ માપદંડોમાં મુખ્યત્વે કંપનીઓનો દેખાવ, એનર્જીની કાર્યદક્ષતા અને પર્યાવરણ સસ્ટેનિબિલિટીનો સમાવેશ કરાયો હતો.
- આ ઇન્ડેક્સમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડ નીચેના ક્રમ પર રહ્યા હતા.
- નાના રાજ્યોની કેટેગરીમાં પ્રથમ સ્થાન પર ગોવા અને ત્યારબાદ ક્રમાનુસાર ત્રિપુરા અને મણિપુર રહ્યા હતા.
- કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાન પર ચંદીગઢ અને ત્યારબાદ ક્રમાનુસાર દીલ્હી અને દમણ, દીવ અને દાદરા નગર હવેલીનો સમાવેશ કરાયો છે.
- આ ઇન્ડેક્સ મુજબ દેશમાં સરેરાશ 20.6 કલાક વીજળી અપાય છે જેમાં શહેરી વિસ્તારોમાં 22.3 કલાક વીજ વિતરણ કરવામાં આવે છે.