- રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ યુદ્ધમાં રશિયાએ યૂક્રેનના સૌથી મોટા બંદર મારિયુપોલ પર કબજો કરી તેને સ્વતંત્ર જાહેર કર્યું છે.
- હાલ અજોવસ્ટલ પ્લાન્ટને બાદ કરતા સમગ્ર મારિયુપોલ પર રશિયાએ કબજો કર્યો છે તેમજ તેના જેવા અનેક શહેરો પર રશિયન સેનાએ કબજો જમાવ્યો છે.
- રશિયાના દળોએ લુહાન્સ્કના લગભગ 80% હિસ્સાઓ પર પણ કબજો મેળવી લીધો છે.
- ઉલ્લેખનીય છે કે લુહાન્સ્ક પ્રાંત એ બે પ્રાંતમાનું છે જે પ્રાંતોને રશિયા યુક્રેનથી અલગ કરવા માંગે છે.
- હાલ રશિયા એક પછી એક મોટી મિસાઇલ્સનું પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ડરાવી રહ્યું છે જેમાં Satan II અને RS-28 Sarmat નો પણ સમાવેશ થાય છે, જો કે અમેરિકાએ આ પ્રકારના પરીક્ષણને રુટિન પરીક્ષણ ગણાવ્યું છે.