સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સમિતિમાંથી રશિયાને બહાર કરાયું.

  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પોતાની United Nations Human Rights Council (UNHRC) માંથી રશિયાને હટાવવા માટે મતદાન કરાયું હતું. 
  • આ મતદાનમાં રશિયા વિરુદ્ધ 93 દેશોએ મત આપ્યા હતા, 24 દેશોએ રશિયાની તરફેણમાં મત આપ્યા હતા તેમજ 58 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. 
  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ નિર્ણય રશિયાએ તાજેતરમાં યુક્રેન પર કરેલ યુદ્ધ બદલ લેવાયો છે. 
  • વર્ષ 2006માં માનવ અધિકાર કાઉન્સિલની સ્થાપના બાદ કોઇ દેશને તેમાંથી સસ્પેન્ડ કરાયો હોય તેવો આ બીજો કિસ્સો છે. 
  • અગાઉ વર્ષ 2021માં જ લિબિયાને આ કાઉન્સિલમાંથી સસ્પેન્ડ કરાયો હતો. 
  • રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે ભારત પહેલેથી જ સંતુલન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેના ભાગ રુપે આ મતદાનમાં પણ ભારતે ભાગ લીધો ન હતો. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે બુચા નરસંહારને વખોડ્યો હતો જેના બીજા જ દિવસે રશિયાએ પણ આ નરસંહારને વખોડીને તેની સ્વતંત્ર તપાસ કરવાની વાત કરીને ભારતની વાતને સમર્થન આપ્યું હતું.
un russia

Post a Comment

Previous Post Next Post