- વૉશિંગ્ટન ખાતે United States Commission on International Religious Freedom (USCIRF) રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો છે.
- આ રિપોર્ટ સમગ્ર વિશ્વના દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા અંગેની સ્થિતિ દર્શાવતો હોય છે.
- આ રિપોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ ભારત, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્ત સહિત 15 દેશોને 'ખાસ ચિંતાવાળા દેશો' ની યાદીમાં મુકવા માટે બાઇડન સરકારને ભલામણ કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે અમેરિકાની સરકાર આ રિપોર્ટ અથવા તેની ભલામણોને માનવા માટે બંધાયેલ નથી.