- ભારતમાં હવામાનના વિચિત્ર સંયોગને પગલે ભારતમાં 15મી મે, 2022ના રોજ કુલ 12 શહેરોમાં તાપમાન 47 ડિગ્રીને પાર થયુ હતું!
- આ દિવસે વિશ્વના કુલ 15 શહેરોમાં ગરમી 47 ડિગ્રીથી વધુ થઇ હતી જેમાં સૌથી વધુથી ઓછા તાપમાન મુજબ ક્રમાનુસાર બાંદા (ઉત્તર પ્રદેશ, ભારત) - 49.0 ડિગ્રી સે., ડેરા ઇસ્માઇલ ખાં (પાકિસ્તાન) - 48.8 ડિગ્રી સે., જેકોબાબાદ (પાકિસ્તાન) - 48 ડિગ્રી સે., નવાબશાહ (પાકિસ્તાન) - 48 ડિગ્રી સે., યુરુ (રાજસ્થાન, ભારત) - 47.9 ડિગ્રી સે., શ્રીગંગાનગર (રાજસ્થાન, ભારત) - 47.7 ડિગ્રી સે., પિલાની (રાજસ્થાન, ભારત) - 47.7 ડિગ્રી સે., ઝાંસી (ઉત્તર પ્રદેશ, ભારત) - 47.6 ડિગ્રી સે., નોગાંવ (મધ્ય પ્રદેશ) - 47.6 ડિગ્રી સે., નારનૌલ (હરિયાણા, ભારત) - 47.5 ડિગ્રી સે., જેસલમેર (રાજસ્થાન, ભારત) - 47.4 ડિગ્રી સે., ખજુરાહો (મધ્ય પ્રદેશ, ભારત) - 47.4 ડિગ્રી સે., ફલોદી (રાજસ્થાન, ભારત) - 47.4 ડિગ્રી સે., હિસાર (હરિયાણા, ભારત) - 47.3 ડિગ્રી સે. અને બીકાનેર (રાજસ્થાન, ભારત) - 47 ડિગ્રી સે. નો સમાવેશ થાય છે.
- સાથોસાથ આ જ દિવસે વિશ્વના સૌથી વધુ વરસાદ વાળા 15 શહેરોમાં પણ ભારતના 6 શહેરો સામેલ હતા!
- આ શહેરોમાં કોચ્ચી (કેરળ) - 221 મિ.મી., શિલૉન્ગ (મેઘાલય) - 149 મિ.મી., કુચબિહાર (પશ્ચિમ બંગાળ) - 147 મિ.મી., પાસીઘાટ (અરુણાચલ પ્રદેશ) - 146 મિ.મી., અલપુઝા (કેરળ) - 143 મિ.મી. તેમજ તિરુવનંતપુરમ (કેરળ) - 125 મિ.મી. નો સમાવેશ થાય છે.
