1લી મે: ગુજરાત સ્થાપના દિન

  • ગુજરાતની સ્થાપના 1લી મે, 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી અલગ પાડીને કરવામાં આવી હતી.
  • 1947માં આઝાદી બાદ ગુજરાત અને મુંબઇ રાજ્ય એક જ હતા પરંતુ ત્યારબાદ મહાગુજરાત આંદોલન બાદ બન્ને રાજ્યો અલગ થયા હતા.
  • શરુઆતમાં ગુજરાતની રાજધાની અમદાવાદ હતી જેને વર્ષ 1970માં નવા બનેલા શહેર ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી હતી.
  • 1974માં થયેલ નવનિર્માણ આંદોલન દ્વારા દેશમાં પ્રથમવાર ગુજરાતની ચુંટાયેલી સરકારને વિખેરી નાખવામાં આવી હતી.
  • વર્ષ 2022ના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણ જિલ્લા ખાતે કરવામાં આવી હતી જેમાં 172 વિકાસ કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
  • આ ઉજવણીના કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત 'ગાશે ગુજરાત પાટણ ગાન' દ્વારા પાટણની પ્રભુતા ઉજાગર કરવામાં આવશે.
Gujarat Day 1st May


Post a Comment

Previous Post Next Post