- ગુજરાત રાજ્ય સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર 'ગુજરાત ગરીમા એવોર્ડ' સુરતની દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરુકિયાને અપાયો છે.
- આ એવોર્ડ તેણીને શારીરિક ઉણપ હોવા છતા યોગાસનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા બદલ અપાયો છે.
- 13 વર્ષીય અન્વીને અગાઉ વર્ષ 2021માં રાષ્ટ્રપતિ દ્વારા પણ આ માટે પુરસ્કાર અપાયો હતો.
- આ સિવાય કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પણ તેણીને Creative Child with Disability કેટેગરીમાં નેશનલ એવોર્ડ અપાયો હતો.
- આ સિવાય પાટણ જિલ્લા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન અન્ય લોકોને પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ પુરસ્કાર અપાયો હતો.