- આ લોન્ચિંગ મુંબઇના મઝગાંવ ડોક્યાર્ડ ખાતેથી થયું છે જેમાંથી INS Surat યુદ્ધજહાજનું નામ ગુજરાતના ટેક્સટાઇલ અને હીરાઉદ્યોગ માટે જાણીતા સુરત શહેર પરથી તેમજ INS Udaygiri નું નામ આંધ્રપ્રદેશમાં આવેલ એક પર્વતશ્રેણી પરથી રખાયું છે.
- આ યુદ્ધજહાજને દુશ્મનના રડારથી બચાવીને ઓપરેટ કરી શકાય છે તેમજ તે જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ લોન્ચ કરવા માટે પણ સક્ષમ છે.
- સૂરત પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર્સનું ચોથું જહાજ છે જે P15A (કોલકત્તા ક્લાસ) ડિસ્ટ્રોયર્સનું બદલાવ છે તેમજ ઉદયગિરી પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સ (શિવાલિક ક્લાસ)નું ત્રીજું જહાજ છે.