- પ્રથમવાર એવું બન્યું છે કે પોપ ફ્રાન્સિસ દ્વારા ભારતના સામાન્ય નાગરિકને સંત જાહેર કરાયા છે.
- દેવસહાયમે 18મી સદીમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો જેઓ આ સમ્માન મેળવનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા છે.
- તેઓની આ માટેની ભલામણ કોટ્ટર ડાયોસીસ, તમિલનાડુ બિશપ્સ કાઉન્સિલ અને ભારતના કેથોલિક બિશપ્સની કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.
- પોપ ફ્રાન્સિસ દ્વારા વેટિકન ખાતે સેન્ટ પીટર્સ બેસિલિકામાં કેનોનાઇઝેશન માસ દરમિયાન બ્લેસ્ડ દેવસહાયમનું કેનોનાઇઝેશન કરીને આ સમ્માન અપાયું હતું.
- દેવસહાયમ પિલ્લઇનો જન્મ 23 એપ્રીલ, 1712ના રોજ કન્યાકુમારી ખાતે થયો હતો તેમજ તેઓનું નિધન 14 જાન્યુઆરી, 1752ના રોજ અરલવલ્લીમોઝી ખાતે થયો હતો.