- આ યાદીમાં પ્રથમ સ્થાન પર બર્કશાયર હાથવેનો સમાવેશ કરાયો છે જેની માર્કેટ વેલ્યું 741.48 બિલિયન ડોલર અંકાઇ છે.
- ત્યારબાદ ક્રમાનુસાર ICBC, સાઉદી અરેબિયન ઓઇલ કંપની, જે. પી. મોર્ગન, ચાઇના કન્સ્ટ્રક્શન બેંક, એમેઝોન, એપલ, એગ્રીકલ્ચર બેંક ઓફ ચીન, બેન્ક ઓફ અમેરિકા અને ટોયોટા મોટરનો સમાવેશ થાય છે.
- આલ્ફાબેટ (ગૂગલ) તેમજ માઇક્રોસોફ્ટને આ યાદીમાં અનુક્રમે 11મું તેમજ 12મું સ્થાન અપાયું છે.
- ભારતની કંપનીઓમાં રિલાયન્સને 53મુંં સ્થાન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ને 105મું સ્થાન, HDFC બેંકને 153મું સ્થાન, ICICI બેંકને 204મું સ્થાન તેમજ ONGCને 228મું સ્થાન અપાયું છે.