- ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર Andrew Symonds નું નિધન કાર દુર્ઘટનમાં થયું છે.
- તેઓએ 1998થી ક્રિકેટ કેરિયર શરુ કર્યું હતું તેમજ ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 વન-ડે મેચ રમી હતી.
- તેઓ વર્ષ 2003 અને 2007 એમ બે વર્લ્ડ કપમાં રમ્યા હતા જે બન્ને વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.
- વર્ષ 2003ના વર્લ્ડ કપમાં ભારત રનર-અપ રહ્યું હતું તેમજ સૌથી વધુ રન લેનાર અને પ્લેયર ઓફ ધી સીરિઝ ભારતના ખેલાડી સચિન તેન્ડુલકર બન્યા હતા.
- ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નનું પણ નિધન થયું હતું.