- આ નિર્ણય ઘઉંની સરકારી ખરીદ ઘટી હોવાથી તેમજ હવામાનના મારથી ઘઉંના પાક પર અસર પડી હોવાથી લેવાયો છે.
- કેન્દ્ર દ્વારા આ જાહેરનામામાં જણાવાયું છે કે અનેક દેશોમાં ઘઉંની કિંમત વધી હોવાથી તેમજ ભારતના પાડોશી દેશોની ખાદ્ય સુરક્ષા જોખમાઇ હોવાથી આ નિર્ણય લેવાયો છે.
- હાલ કેન્દ્ર દ્વારા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાને સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવાઇ છે, જો આ યોજનાને વધુ આગળ લંબાવાશે તો સરકારી ગોદામમાં ઘઉં ખાલી થઇ જશે.
- ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2020-21 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 43,78,000 ટન તેમજ વર્ષ 2021-22માં 40,57,000 ટન થયું છે.