- આ માટે ભારત સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેના હેઠળ યુનેસ્કોના વર્ષ 2023ના કન્વેન્શનમાં દાવો રજૂ કરાશે.
- યુનેસ્કો દ્વારા વર્ષ 2023માં અમૃત સાંસ્કૃતિક વારસના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતિ ઉજવવાનું છે જેમાં ભારત દ્વારા ગુજરાતની ગરબા લોક પરંપરાનું નામાકંન કરવામાં આવશે.
- ભારત સરકાર દ્વારા Convention for the Safeguarding of the Intangible Cultural Heritage યાદીમાં ગરબાનો સમાવેશ કરવા પ્રયાસો કરી રહી છે.
- આ યાદીમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ તેમજ કળાને સ્થાન આપવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી જ વડનગર કોન્ફરન્સ આયોજિત થઇ છે જેમાં યુનેસ્કોના ભારત, ભૂટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને આ યાદીમાં સ્થાન મળે તે માટે શુભેચ્છા પાઠવી છે.
- હાલ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ગુજરાતમાં છે જેમાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થળો સામેલ છે.
- Convention for the Safeguarding of the Intangible Cultural Heritage એ યુનેસ્કોની એક ટ્રીટી છે જેને યુનેસ્કોની સામાન્ય સભા દ્વારા ઑક્ટોબર, 2003માં સ્વીકારવામાં આવી હતી તેમજ વર્ષ 2006થી તે અમલી છે.