- દક્ષિણ કોરિયાના ગ્વાન્ગઝુ ખાતે ચાલી રહેલ આ વર્લ્ડ કપમાં ભારતની મહિલા તીરંદાજી ટીમે આ મેડલ જીત્યો છે.
- સેમિ-ફાઇનલમાં દક્ષિણ કોરિયાએ ભારતને 230-228થી પરાજ્ય આપ્યો હતો અને ત્યારબાદ ભારતીય ટીમે તુર્કીને 232-231થી પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- સાથોસાથ ભારતીય પુરુષ કમ્પાઉન્ડ ટીમ તીરંદાજી વર્લ્ડ કપની સ્ટેજ-2ની ફાઇનલમાં પહોંચી છે.
- પુરુષ ટીમમાં અભિષેક વર્મા, અમન સૈની અને રજત ચૌહાણે સેમિ-ફાઇનલમાં દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો જે ટીમ હવે ફાઇનલમાં વર્લ્ડ નં 4 ફ્રાન્સ સાથે રમશે.