- ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલ આ રસી 3 ડોઝ ધરાવતી રસી છે જેને DGCI દ્વારા 12 થી 18 વર્ષના બાળકો માટે મંજૂરી અપાઇ છે.
- ઝાયડસ દ્વારા તૈયાર કરાયેલ ઝાયકોવ-ડી રસી વિશ્વની પ્રથમ પ્લાઝમીડ DNA આધારિત રસી છે.
- આ રસીનો પ્રથમ ડોઝ લાગ્યા બાદ બીજો ડોઝ 28માં તેમજ ત્રીજો ડોઝ 56માં દિવસે લગાવાય છે.
- આ રસી નીડલ-ફ્રી છે જેને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાય છે.
- આ રસીના પરીક્ષણના ત્રીજા તબક્કામાં તે 66.6% અસરકારક રહી હતી.
- ભારતમાં જૉન્સન એન્ડ જોન્સન દ્વારા પણ 12 થી 17 વર્ષના બાળકો પર પોતાની વેક્સિન માટે મંજૂરી માંગવામાં આવેલ છે.
