- આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને દિશા નિર્દેશ જાહેર કરાયા છે જેમાં શાળાના અભ્યાસક્રમમાં એક એવું ચેપ્ટર ઉમેરવામાં આવશે જેના દ્વારા બાળકો ભોજનની અગત્યતા સમજી શકે અને તેને વેડફે નહી.
- આ અભ્યાસ દ્વારા બાળકોને એ શિખડાવાશે કે ભોજનનો બગાડ કંંઇ રીતે અટકાવી શકાય.
- આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને નિષ્ણાતો પાસેથી આ અંગે સૂચન મંગાવાયા હતા.
- United Nations Environment Programme દ્વારા પ્રસિદ્ધ એક રિપોર્ટ મુજબ ભારતમાં દર એક વ્યક્તિ વર્ષે લગભગ 50 કિ.ગ્રા. જેટલો ભોજનનો બગાડ કરે છે.