- આ આદેશ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કરાયો છે જેના મુજબ ગુજરાત રાજ્યના સરકારી રેકોર્ડ્સ પર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને 'તૃતીય જાતિ' તરીકે ઓળખવામાં આવશે.
- આ આદેશ રાજ્યના તમામ બોર્ડ, નિગમ અને ગ્રાન્ટેડ સંસ્થાઓને પણ લાગૂ પડશે.
- આ આદેશ ભારત સરકારના Transgender Person (Protection of Rights) Act, 2019 મુજબ કરાયો છે જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે થતા ભેદભાવ સામે રક્ષણ, ઓળખ અને રોજગારી સંદર્ભની જોગવાઇઓ કરવામાં આવી છે.
- આ કાયદાની કલમ-2 માં આ પ્રકારના વ્યક્તિઓની ઓળખની વ્યાખ્યા કરવામાં આવી છે જેના મુજબ જન્મ સમયે પ્રાપ્ત થયેલ જાતિથી વિરુદ્ધ હોય અને તેમાં ટ્રાન્સ પુરુષ અને ટ્રાન્સ સ્ત્રીનો સમાવેશ થાય પછી જાતિ પરિવર્તન સંબંધિત ઓપરેશન કરાવ્યું હોય કે ન કરાવ્યું હોય તેવા લોકોને તૃતીય જાતિ તરીકે ઓળખવામાં આવશે.
- આ વ્યાખ્યામાં હોર્મોન ઉપચાર, લેસર પદ્ધતિ અથવા તેના જેવા અન્ય ઉપચાર કરાવ્યા હોય કે ન કરાવ્યા હોય તેવા મધ્યલિંગી વ્યક્તિઓને તેમજ કિન્નર જેવી ઓળખ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ કરાયો છે.