એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • ફિલિપાઇન્સના મનિલા ખાતે ચાલી રહેલ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચી સામે 21-13, 19-21, 16-21થી પરાજયનો સામનો કરીને આ મેડલ જીત્યો છે.
  • આ ટૂર્નામેન્ટમાં પીવી સિંધુનો આ બીજો મેડલ છે, અગાઉ વર્ષ 2014માં પણ તેણીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • આ સ્પર્ધા બાદ પીવી સિંધુ અને યામાગુચી વચ્ચે હારજીતનો રેશિયો 13-9નો થયો છે.
  • Badminton Asia Championship ની શરુઆત વર્ષ 1962થી થઇ હતી જે વર્ષ 2006 સુધી Asian Badminton Championship તરીકે ઓળખાતી હતી.
  • વર્ષ 1965, 1976, 1983 અને 2016માં આ સ્પર્ધા ભારત ખાતે અનુક્રમે લખનઉ, હૈદ્રાબાદ, કલક્ત્તા અને હૈદ્રાબાદ ખાતે યોજાઇ હતી.
PV Sindhu


Post a Comment

Previous Post Next Post