- ગુજરાત રાજ્ય સરકાર મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમને 1000 કરોડના ખર્ચથી વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે.
- આ માટે રાજ્ય સરકારે 800 થી 1000 કરોડના ખર્ચનો અંદાજ પણ મુક્યો છે જે પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
- પ્રથમ પ્રોજેક્ટના 5 વર્ષ બાદ લગભગ 200 કરોડના અંદાજ સાથે બીજા તબક્કાનું કામ હવે હાથ ધરાશે.
- ધરોઇ ડેમ ગુરુત્વાકર્ષણ આધારિત બંધ છે જે મહેસાણા જિલ્લામાં ધરોઇ ગામ નજીક સાબરમતી નદી પર બંધાયેલ છે.
- આ બંધનો હેતું સિંચાઇ, વિદ્યુત ઉત્પાદન અને પૂર નિયંત્રણનો છે.