- આ તમામ સમજૂતીઓ વડાપ્રધાન મોદીની જર્મની યાત્રા દરમિયાન કરવામાં આવ્યા છે.
- આ સમજૂતીઓમાં સ્વચ્છ ઉર્જા (Clean Energy) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જર્મની ભારતને વર્ષ 2030 સુધી 10 અબજ ડોલરની સહાયતા કરશે જેનો ઉપયોગ જળવાયું માટે ભારતે જે લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે તેના માટે કરવામાં આવશે.
- આ સમજૂતીમાં નવીકરણીય ઉર્જાથી 50% ઉર્જાની જરુરિયાતની વ્યવસ્થા તેમજ 500 ગીગાવૉટ ગૈર-જિવાશ્મ ઇંધણ દ્વારા વીજળીની ક્ષમતા સ્થાપિત કરવાનું પણ સામેલ છે.
- આ યાત્રા દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાના સમકક્ષ એનાલેના બેરબૉક સાથે મુલાકાત કરી હતી અને પારસ્પરિક સહયોગ માટે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
- આ સિવાય ભારત અને જર્મની વચ્ચે End-to-end encrypted કમ્યુનિકેશન માટેની સમજૂતી માટે પણ હસ્તાક્ષર કરાયા હતા.
- આ યાત્રા બાદ વડાપ્રધાન મોદી ડેન્માર્ક અને ફ્રાન્સ પણ જશે.