ભારત અને જર્મનીએ ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી માટે કરાર કર્યા.

  • આ કરાર વડાપ્રધાન મોદી દ્વારા જર્મનીના પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યા છે.
  • આ કરાર ભારતના વડાપ્રધાન મોદી અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વચ્ચે થયા છે.
  • આ સિવાય ભારત અને જર્મનીના વિદેશ વિભાગ દ્વારા Direct Encrypted Connection પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કેનેડામાં વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.
  • આ મુલાકાત દરમિયાન ભારતે યુક્રેન યુદ્ધ મુદ્દે બન્ને દેશો તરફથી શાંતિની સ્થિતિ બને તેની તરફેણ કરી હતી.
  • આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલર સ્કોલ્ઝને સુરતના નકસીદાર ટેબલની ભેંટ આપી હતી જે લાકડાનું એક ભૌમિતિક પેટર્નનું છે.
  • આ પ્રકારનું ટેબલ લાકડાના નાના નાના ટુકડાઓને ભૌમિતિક ચોક્સાઇથી કાપીને ચોક્ક્સ રીતે ફીટ કરીને બનાવવામાં આવે છે.
  • આ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી અનુક્રમે ડેન્માર્ક અને ફ્રાન્સ પણ જનાર છે.
India and Germany signed an agreement

Post a Comment

Previous Post Next Post