- આ ત્રણેય સ્ક્રેપ સેન્ટર ગુજરાત રાજ્યમાં ખોલવામાં આવશે જેમાં 15 વર્ષ જૂના વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે.
- આ સ્ક્રેપ સેન્ટર ખેડા, નડિયાદ અને ભાવનગર ખાતે બનાવાશે જેના માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા મંજૂરી પણ અપાઇ ચુકી છે.
- આ સ્ક્રેપ સેન્ટર દેશની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત સ્થાપવામાં આવશે.
- આ પોલિસી હેઠળ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવાશે તેમજ અમૂક વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે.
- આ ભંગાર વાહનની કિંમત કેટલી અંદાજવી તે વાહન માલિક અને સ્ક્રેપ સેન્ટર નક્કી કરશે જેમાં સરકારની કોઇ દખલગીરી નહી રહે.