- આ શિખર સંમેલનને કો-હોસ્ટ અમેરિકા, જર્મની, ઇન્ડોનેશિયા અને સેનેગલ દ્વારા કરાયું હતું.
- ભારત દ્વારા આ સંમેલનમાં કોરોના મહામારી સામે ભારત દ્વારા જે લડાઇ લડવામાં આવી તેની, ભારતની રણનીતિની તેમજ ભારતના સ્વાસ્થ્ય બજેટમાં કરાયેલ ફેરફારોની ચર્ચા કરવામાં આવી હતી.
- આ સિવાય ભારત દ્વારા ચલાવાયેલ વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન કાર્યક્રમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
- ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ WHO દ્વારા ભારતમાં કોરોના દ્વારા મૃત્યું પામનાર લોકોની સંખ્યા લગભગ 47 લાખ હોવાનું જણાવાયું હતું જેના પર ભારત સરકારે વિરોધ દર્શાવ્યો હતો.