ઉત્તર પ્રદેશની એક કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરવા આદેશ અપાયો.

  • વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ અંગે ચાલી રહેલ વિવાદ બાબતે એક નીચલી કોર્ટ દ્વારા મસ્જિદ પરિસરના ભોંયરા સહિત સમગ્ર જગ્યાની સરવે અને વીડિયોગ્રાફી કરવા આદેશ અપાયો છે.
  • કોર્ટ દ્વારા આ આદેશમાં કહેવાયું છે કે તાળા તોડવા પડે તો પણ તેને તોડીને સમગ્ર સરવે કરવો તેમજ કોઇ આવુ કરતા રોકે તો તેના પર પોલીસ ફરિયાદ નોંધવી.
  • આ કામગીરી માટે કમિશનરની સહાયતા માતે બે સહાયક કમિશનરની નિયુક્તિનો પણ આદેશ કરાયો છે.
  • ઉલ્લેખનીય છે કે હાલમાં આ મસ્જિદ અંગે એવો વિવાદ ચાલી રહ્યો છે કે આ મસ્જિદનું નિર્માણ ઔરંગઝૈબે મંદિર તોડીને કરાવ્યું હતું જેના માટે 1991માં અનેક સ્થાનિક પુજારીઓએ કોર્ટ કેસ કર્યો હતો અને દાવો કર્યો હતો કે 1669માં મુઘલ સમ્રાટ ઔરંગઝૈબે આ મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિરને તોડીને બનાવાઇ છે.
  • ઇતિહાસકાર આંદ્રે ટસ્કીએ પોતાના પુસ્તક "ઔરંગઝૈબ: ધી મેન એન્ડ મિથ" તેમજ કેથરીન અસરેના પુસ્તક "આર્કિટેક્ચર ઓફ મુઘલ ઇન્ડિયા" માં પણ એવું દર્શાવાયું છે કે જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ મંદિર તોડીને બનાવાઇ છે.
Gyanvapi Masjid survey in UP

Post a Comment

Previous Post Next Post