- તેલંગાણાની નિખત ઝરીને આ મેડલ 52 કિ.ગ્રા. વજન વર્ગમાં થાઇલેન્ડની જુટામાસ જિતપોંને 5-0થી પરાજય આપીને જીત્યો છે.
- આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર તે પાંચમી ભારતીય ખેલાડી બની છે.
- અગાઉ મેરીકોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા કે.સી. આ સ્પર્ધામાં ગોલ્ડ જીતી ચુક્યા છે.
- ભારતે ચાર વર્ષ બાદ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, અગાઉ વર્ષ 2018માં મેરીકોમે આ મેડલ જીત્યો હતો.
- મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના અત્યાર સુધીના કુલ 39 મેડલ છે જેમાં 10 ગોલ્ડ, 8 સિલ્વર અને 21 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.