- ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી એ.જી. પેરારિવલનની આ મુક્તિ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થઇ છે.
- આ મુક્તિ તેના જેલમાં સારી ચાલ ચલગત, મેડિકલ કન્ડીશન અને શૈક્ષણિક યોગ્યતાના આધાર પર કરવામાં આવી છે.
- કોર્ટ દ્વારા આ મુક્તિ તમિલનાડુ મંત્રીપરિષદની સહાયતા અને સલાહના આધારે તમિલનાડુ રાજ્યપાલ પાસે આવેલ દયા અરજીના આધારે ભારતીય બંધારણના અનુચ્છેદ 142 હેઠળ કરી છે.
- વર્ષ 1991માં પેરારિવલને એક સુનિયોજિત બોમ્બ ધમાકા દ્વારા પૂર્વ વડાપ્રધાનની હત્યા કરી હતી જેમાં તેને આજીવન કારાવાસની સજા થઇ હતી.
- ઉલ્લેખનીય છે કે પેરારિવલને ફક્ત 19 વર્ષની ઉંમરમાં સ્વ. રાજીવ ગાંધીની હત્યા કરી હતી જેના બાદ 1998માં TADA અદાલત દ્વારા તેને ફાંસીની સજા અપાઇ હતી જેને વર્ષ 2014માં આજીવન કારાવાસમાં તબદીલ કરવામાં આવી હતી.