- ભારત દ્વારા ઘરઆંગણે યોજાનાર ચેસ ઓલિમ્પિયાડ માટે કુલ 20 ખેલાડીઓ તેમજ મેન્ટર તરીકે પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદને નિયુક્ત કરાયા છે.
- આ ઓલિમ્પિયાડનો 28 જુલાઇ, 2022થી ચેન્નાઇ ખાતે પ્રારંભ થનાર છે.
- આ ઓલિમ્પિયાડમાં ભારત તરફથી ઓપન કેટેગરીમાં વિદિતી ગુજરાતી, હી. હરિકૃષ્ણા, અર્જૂન ઇરિગાસી, નારાયણન અને કે. શશિકિરણ, નિહાલ સરિન, ડી. ગુકેશ, બી. અધિબાન, પ્રજ્ઞાનંધા અને રોનક સધવાણી પસંદગી કરવામાં આવી છે.
- મહિલા કેટેગરીમાં કોનેરુ હમ્પી, ડી. હરિકા, આર. વૈશાલી, તાનિયા સચદેવ, ભક્તિ કુલકર્ણી, વાન્તિકા અગ્રવાલ, સૌમ્યા સ્વામિનાથન, મેરિ એન ગોમ્સ, પદ્મિની રાઉત અને દિવ્યા દેશમુખની પસંદગી કરવામાં આવી છે.