પ્રધાનમંત્રી દ્વારા 29મી જુલાઈએ ગુજરાતમાં IFSCAના વડામથકનો શિલાન્યાસ કરવામાં આવશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટર નેશનલ બુલિયન એક્સચેન્જ (INBE) તેમજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) આરંભ કરશે તેમજ  ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (International Financial Services Centres Authority - IFSCA) ના વડામથકનો શિલાન્યાસ કરશે.
  • ઉલ્લેખનીય છે કે, IFSCA દેશમાં નાણાં સેવાઓ, ફાયનાન્સિયલ પ્રોડ્કટના વિકાસ અને નિયમન તેમજ ભારતમાં કામગીરી કરતી આંતરરાષ્ટ્રીય નાણાં સેવા સંસ્થાઓ માટે સંયુક્ત નિયમનકારી સત્તામંડળ છે.
  • પ્રધાનમંત્રી દ્વારા NSE IFSC-SGX કનેક્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે.
  • NSE IFSC-SGX કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ (SGX)ના સભ્યો દ્વારા મુકાયેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE-IFSC  ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે.
PM Modi to launch bullion exchange at Gujarat's GIFT City

Post a Comment

Previous Post Next Post