RIL અને IOA દ્વારા લાંબા ગાળાના કરાર કરવામાં આવ્યા.

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ  કરેલા કરાર અંતર્ગત તેઓ સાથે મળીને 2024 પેરિસ ઓલિમ્પિકમાં ઈન્ડિયા હાઉસ બનાવશે.
  • ભારત જૂન 2023માં મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 140મા IOC સત્રની યજમાની કરવા જઈ રહ્યું છે.  
  • સત્રમાં  IOC સભ્યો ઓલિમ્પિક ચાર્ટર અને ઓલિમ્પિકની યજમાની જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરે છે.
  • તેનો ઉદ્દેશ્ય ભારતીય રમતવીરોના પ્રદર્શનમાં સુધારો કરવા, રાષ્ટ્રીય રમતગમત સંઘોને સમર્થન આપવા અને વૈશ્વિક રમતગમત રાષ્ટ્ર તરીકે ભારતની પ્રતિષ્ઠા વધારવાનો છે.

Post a Comment

Previous Post Next Post