- ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાયેલ ગેમ્સ પૂર્ણ થયા બાદ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનો ધ્વજ ઓસ્ટ્રેલિયન પ્રાંત વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો.
- વિક્ટોરિયા પ્રાંત વર્ષ 2026માં આગામી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર છે.
- ગેમ્સમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ જીતીને ચોથું સ્થાને રહ્યું.
- ઓસ્ટ્રેલિયા 67 ગોલ્ડ, 57 સિલ્વર અને 54 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 178 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું.
- જ્યારે યજમાન ઈંગ્લેન્ડ 175 મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું.