- તેઓએ નવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ઉદઘાટન.કરવામાં.આવ્યું.
- ટુ જી ઇથેનોલ પ્લાન્ટ દેશમાં જૈવિક બળતણના ઉત્પાદન અને વપરાશને વેગ આપવાના પ્રયાસને મજબૂત બનાવશે.
- આ પ્લાન્ટ દિલ્હી અને હરિયાણામાં પ્રદૂષણનું સ્તર ઘટાડશે.
- ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અંદાજિત નવસો કરોડ રૂપિયાના ખર્ચે આ ટુ જી ઇથેનોલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
- આ પ્રોજેક્ટ દર વર્ષે આશરે ત્રણ કરોડ લિટર ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે વાર્ષિક બે લાખ ટન પરાળનો ઉપયોગ કરશે.
- આ પ્રોજેક્ટથી વાર્ષિક ત્રણ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે.