ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ.

  • LICને પ્રથમ વખત સ્થાન મળ્યું છે જેમાં તે 98માં ક્રમે છે.
  • આ વખતે યાદીમાં ભારતની 9 કંપનીઓને સ્થાન મળ્યું છે.  તેમાંથી 5 કંપનીઓ સરકારી છે.
  • ભારતમાંથી બીજા સ્થાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જે 104માં ક્રમે છે.
  • ભારતીય SBI અને ટાટા જૂથની બે કંપનીઓ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલને પણ યાદીમાં સ્થાન મળ્યું છે.
  • ભારતમાંથી આ યાદીમાં સ્થાન મેળવનારી સરકારી કંપનીઓમાં LIC 98માં ક્રમે, ઈન્ડિયન ઓઈલ 142મા, ONGC 190મા ક્રમે, SBI 236માં અને BPCLને 295માં ક્રમે છે. 
  • ભારતમાંથી  આ યાદીમાં સ્થાન પામનાર પ્રાઇવેટ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 104માં ક્રમે, ટાટા ગ્રુપની ટાટા મોટર્સ 370માં ક્રમે, ટાટા સ્ટીલ 435માં ક્રમે અને રાજેશ એક્સપોર્ટ્સને 437માં ક્રમે છે. 
  • યાદીમાં ટોચની 5 કંપનીઓમાં 2 અમેરિકાની છે જ્યારે ચીનની 3 કંપનીઓનો સમાવેશ થાય છે.
  • અમેરિકન રિટેલર કંપની વોલમાર્ટ સતત 9મા વર્ષે આ યાદીમાં ટોચ પર છે.  
  • જેફ બેઝોસની કંપની એમેઝોનને બીજું સ્થાન મળ્યું છે જે આ એમેઝોનનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રેટિંગ છે.
  • ચીનની સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ ચાઈના ત્રીજા, ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશનને ચોથા અને સિનોપેક ગ્રુપ આ યાદીમાં પાંચમા ક્રમે છે.
FORTUNE RELEASES ANNUAL FORTUNE GLOBAL 500 LIST

Post a Comment

Previous Post Next Post