- મુંબઇના થાણેની દરિયાઇ ખાડી (થાણે ક્રીક)ને આ સમ્માન રામસર સંમેલન દ્વારા અપાયું છે.
- આ 11 જગ્યાઓ બાદ ભારતમાં કુલ રામસર સાઇટ્સની સંખ્યા 75 થઇ છે.
- નવી ઉમેરાયેલ 11 જગ્યાઓમાં ઓડિશાના તામપારા તળાવ, હિરાકુડ જળાશય, અનસુપા તળાવ, મધ્ય પ્રદેશના યશવંત સાગર, તમિલનાડુના ચિત્રન્ગુડી બર્ડ સેન્ચુરી, સુચિન્દ્રમ થેરુર વેટલેન્ડ કોમ્પ્લેક્સ, વડુવુર બર્ડ સેન્ચુરી, કાન્જીરન્કુલમ બર્ડ સેન્ચુરી, મહારાષ્ટ્રના થાને ક્રીક તેમજ જમ્મુ કાશ્મીરના હાઇગમ વેટલેન્ડ કન્ઝર્વેશન રીઝર્વ અને શેલબાગ વેટલેન્ડ કન્ઝર્વેશન રીઝર્વનો સમાવેશ થાય છે.
- ભારતમાં વર્ષ મુજબ રામસર સાઇટ્સ જોઇએ 1981માં ફક્ત 2 સાઇટ્સ હતી જેમાં 1990માં 4, 2002માં 13, 2005માં 6, 2012માં 1, 2019માં 11, 2020માં 5, 2021માં 14 તેમજ હાલ 2022માં 19 સાઇટ્સ ઉમેરાઇ હતી.