- આ ચોક અયોધ્યાના નવા ઘાટ 'બંધા તિરાહે' પર બનાવાઇ રહ્યો છે.
- આ ચોક પર લતા મંગેશકરની સ્મૃતિમાં 40 ફૂટ લાંબી એક વીણા બનાવાઇ રહી છે જેનું કામ વિશ્વપ્રસિદ્ધ મૂર્તિકાર પદ્મશ્રી રામ. વી. સુતાર કરી રહ્યા છે.
- આ ચોકનું ઉદ્ઘાટન લતા મંગેશકરના જન્મદિવસ 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવનાર છે.
- ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરનું તાજેતરમાં જ લાંબી બિમારી બાદ અવસાન થયું હતું.
- લતા મંગેશકરને વર્ષ 1969માં પદ્મ ભૂષણ, 1999માં પદ્મ વિભૂષણ તેમજ 2001માં ભારતરત્ન પુરસ્કાર એનાયત કરાયો હતો.