- રાજ્યમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો વચ્ચે અવકાશ શિક્ષણ આપવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી"ગુજકોસ્ટ"ને "સ્પેસ ટ્યુટર"તરીકે માન્યતા આપવામાં આવી.
- ગુજકોસ્ટ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં સ્પેસ ટેક્નોલોજીમાં રસ જગાડવા માટે રસપ્રદ અને નવીન પ્રવૃત્તિઓની રચના અને વિકાસ કરશે.
- તે વિજ્ઞાન કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવશે.
- દેશમાં હાલમાં ISRO તરફથી 28 અધિકૃત સ્પેસ ટ્યુટર છે જેમાં ગુજકોસ્ટનું નામ પણ જોડાયું છે.
- ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ગુજકોસ્ટ કામ કરી રહ્યુ છે.