સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને સામાજિક ફરજોની તાલીમ આપવામાં આવશે.

  • રાજ્ય પોલીસ અને શિક્ષણ વિભાગના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે.
  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખોટા રસ્તે જવાના બદલે સામાજિક જવાબદારીઓને સમજે, નાગરિક ધર્મ સાથે હકારાત્મક વલણ સાથે રહે તેવો છે.
  • આ માટે શિક્ષણ વિભાગ અને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સયુંકત ઉપક્રમે રાજયના પોલીસ સ્ટેશનદીઠ વિસ્તારમાં ધોરણ 8ના 44 વિદ્યાર્થીઓની "સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC)" ટીમ બનાવવામાં આવશે.
  • આ ટીમને 2 વર્ષ સુધી ઇન્ડોર અને આઉટડોર ટ્રેનિંગ આપવામાં આવશે.
  • જેમાં પર્યાવરણ, ટ્રાફિક મેનેજમેન્ટ, સેલ્ફ મેનેજમેન્ટ, લીડરશિપ, સ્વચ્છતા, સમાનતા, બુક રિવ્યૂ, ન્યુઝ એનલીસિસ સહિત કુલ 15 વિષયો પર ટ્રેનિંગ આપવામાં આવશે.
  • આઉટડોર ટ્રેનિંગમાં પરેડ, યોગ, અનઆર્મડ કોમ્બેટ, લાંબી દોડ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરાવાશે.
  • ફિલ્ડ વિઝિટમાં કલેકટર કચેરી, પોલીસ કચેરી, દૂધ મંડળી, મ્યુનિિપાલિટી કચેરી, હોસ્પિટલ જેવી જગાઓ પર લઈ જઈને ત્યાં કઈ રીતે કામ થાય છે તેનું જ્ઞાન આપવામાં આવશે.
  • આ તાલીમ દરમ્યાન વર્ષમાં 3 કેમ્પ કરવામાં આવશે.
Students of government schools will be trained in national and social duty

Post a Comment

Previous Post Next Post