- જૂનમાં ઝિમ્બાબ્વેમાં ફુગાવો બમણાથી વધીને 192 ટકા થયો હતો.
- ફુગાવો વધવાથી અને સ્થાનિક ચલણ ઝિમ્બાબ્વે ડોલર અમેરિકન ડોલર સામે સતત ઘટી રહ્યો છે.
- અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા સરકારે સોનાનો સિક્કો લોન્ચ કર્યો છે.
- 25 જુલાઈથી સિક્કાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
- આ સોનાના સિક્કાઓને "મોસી-ઓઆ-તુન્યા" નામ આપવામાં આવ્યું છે.
- આ 22 કેરેટ સોનાના સિક્કાઓ પર વિક્ટોરિયા ધોધનું ચિત્ર રહે છે.
- વર્ષ 2008માં જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક પડકારોથી ઝઝૂમી રહ્યું હતું ત્યારે તે સમય ઝિમ્બાબ્વેમાં ફુગાવો એટલો બેકાબૂ બની ગયો હતો કે ત્યાંની સેન્ટ્રલ બેંકે 100 ટ્રિલિયન ડોલરની નોટ બહાર પાડવી હતી.
- દુનિયાના કોઈ દેશે બહાર પડેલી સૌથી મોટી રકમની નોટ હતી.
- 2015 માંઆ નોટ બંધ કરવામાં આવી હતી અને યુએસ ડોલરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
- આ પછી 2017માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેને પદ છોડતા ઝિમ્બાબ્વેનો ડોલર 2019માં ફરી ટ્રેન્ડમાં હતો પરંતુ આ નોટ તેની સ્થિતિ સુધારી શકી નથી.