- આ સંગઠન પર હાલમાં ટેરર ફંડિંગ કેસની તપાસ ચાલી રહી છે.
- દિલ્હી-યુપીથી લઈને દેશના વિવિધ સ્થળોએ કેન્દ્ર સરકારે આ સંગઠનને UAPA હેઠળ ગેરકાયદેસર જાહેર કર્યું છે.
- સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ PFI પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
- PFI સિવાય તેની સાથે સંકળાયેલી અન્ય 8 સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
- જેમાં રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (કફી), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળનો સમાવેશ થાય છે.