- અમદાવાદના સાયન્સ સિટીમાંબે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
- જેનો હેતુ દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે મજબૂત વ્યવસ્થા નિર્માણ કરવાનો છે.
- કોન્ફરન્સમાં ડિજિટલ હેલ્થકેર, 2030 સુધીમાં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ખાનગી ક્ષેત્રના રોકાણને બમણું કરવા, ખેડૂતોની આવક વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને બધા માટે સ્વચ્છ ઊર્જા સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
