- આ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલ કેબિનેટ બેઠકમાં ચૂંટણીની જાહેરાતના થોડા દિવસ પહેલા લેવાયો છે.
- આ સમિતિ હાઇકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળ રચવામાં આવશે.
- આ સમિતિનો ઉદેશ્ય રાજ્યના દરેક નાગરિકો માટે ધર્મ આધારિત કાયદાની વિસંગતતાને દૂર કરવાનો છે.
- હાલ ગોવામાં યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો અમલમાં છે તેમજ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારની સમિતિની રચના કરવામાં આવી છે.