- આ બેઠક 15-16 નવેમ્બરના રોજ ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાશે.
- આ બેઠકનો મુખ્ય એજન્ડા વૈશ્વિક સ્વાસ્ત્ય, ડિજિટલ ઇકોનોમી તેમજ એનર્જી ટ્રાન્ઝિશનનો છે.
- આ બેઠકમાં જી20 સમૂહના 20 સદસ્ય દેશો ભાગ લેશે જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દ. આફ્રિકા, દ. કોરિયા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીયન યુનિયનનો સમાવેશ થાય છે.
- જી20 સમૂહના હાલના ચેરમેન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડો છે.